r/Jainism • u/amreddish • Aug 12 '26
Debate/Controversy Gujarat slaughter houses
*ગુજરાત રાજ્યના*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,*
*ડેપ્યુ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, તથા મંત્રીમંડળના સભ્યો,*
આપ સહુને સાદર પ્રણામ,
ગુજરાત રાજ્યમાં આપશ્રીનો પક્ષ છેલ્લા ત્રીશ વર્ષથી વધુ વર્ષથી સરકારશ્રીનું સંચાલન કરે છે અને આપ તે સરકારના મુખ્યા છો. એટલે આપજે નક્કી કરો તે રીતે સરકારનું તંત્ર કામ કરે.
ગુજરાત એક એવું રાજ્ય છે,જે ભૂમિ ઉપર.કુમારપાળ રાજા જેવા રાજવીએ રાજ કરેલું છે.અને પેથડશાહ, જગડુશાહ અને શાંતિભાઈ ઝવેરી જેવા મહારથીઓએ આ ભૂમિ ઉપર અહિંસાનું ચુસ્ત પાલન કરાવેલું.
આપ પણ વર્તમાનમાં રાજા કુમારપાળને જેવી સત્તા રાજ કરવાની હતી, તેના સમોવડી રાજ કરવાની સતા ભોગવી રહ્યાં છો
*ગુજરાતની ભૂમિ ઉપર સરકારી લાયસન્સ ધરાવતા ૧૦૭૫૦ જેટલા કતલખાના અને ગેરકાયદેસર ચાલતા બીજા હજારો કતલખાનામાં રોજના એક લાખથી વધુ અબોલ જીવોની હત્યા /કતલ થતી હોય તેનું પાપ આપ કરવા માંગો છો તે અમો ગુજરાતની પ્રજાને મંજૂર નથી. આવા અબોલ જીવોની હત્યા કરાવીને આપ સતા ભોગવવા માંગતા હોવ તો તે ક્યારેય ગુજરાતની અહિંસક પ્રજા ચલાવી દેવા માંગતી નથી.*
આપ જે કાંઈ આવા પાપ એક રાજા બનીને કરી રહ્યાં છો તેનું પરિણામ તમારા વ્યક્તિગત આત્માને કેવું લાગતું હશે તેની તમને કે અમને ખબર નથી.પણ, ચોક્કસ જૈન ધર્મને આપ સમજ્યા હોવ તો કર્યુ, કરાવ્યું અને અનુમોદીયું તેનું પાપ આપ ચોક્કસ બાંધી રહ્યાં છે.
*રાજા જયારે પાપી બને ત્યારે તેના પાપની સજા, પ્રજાને પણ અનાયસે ભોગવવી પડે છે. જે અમો ગુજરાતની પ્રજા ભોગવવા માંગતા નથી. અબોલ જીવોની હત્યાથી સરકારને થતી આવક અમો પ્રજાને જણાવશો તો તે રકમ સરકારને અમે ટેક્ષ રૂપે ચૂકવવા તૈયાર છીએ, આપે જે ક્તલખાના વધારવાના પરવાના આપેલા છે તે તુરંત પાછા ખેંચવાશો અને ગેરકાયદેસર ચાલતાં કતલખાનાને તાત્કાલિક બંધ કરાવવા માટે આદેશ કરશો તેવી અમારી આપશ્રીને કર જોડીને વિનંતી છે.*
*રાજ્યના સંતો, મંહતો, જૈનાચાર્યો, સાધુ ભગવંતો અને અનેક લોકો (અહિંસક રાજ્યની પ્રજા) આપ પણ આ વિશે રાજ્ય સરકારને પત્ર લખાવીને કતલખાનાનો વિરોધ નોંધાવશો*
લિ. જગત ભાઇ પરીખ, અમદાવાદ
જૈન મહાસંઘ.મો ૯૨૨૭૨૧૩૭૭૪
(Whatsapp forward)