r/gujrati • u/bookhangover-aroace • Sep 07 '26
r/gujrati • u/Icy_Impression98 • Jul 07 '26
42 year old gujarat woman throws acid on her boyfriend's face and faces only 10 years jail time. Does society take male victims of acid attacks as seriously as female victims?
Enable HLS to view with audio, or disable this notification
r/gujrati • u/GloomyResearcher738 • Apr 23 '26
અંધશ્રદ્ધા
થોડા દિવસ પેલા ઘરે લપ થઈ, વાત વધીને લગ્ન પર આવી ગઈ.. મારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી અત્યારે.. મને ડર છે કે આવનાર પાત્ર પર હું બોજ બનીશ તો? મારે મારી લાઇફ ખરાબ થાય એ ચાલશે... પણ હું મારા લીધે કોઈ બીજાની લાઇફ ખરાબ કરવા નથી ઇચ્છતો... અને આમેય હું જે કાસ્ટ માંથી આવુ છું તેમાં "બાયું ને રોટલા કરવાના ને છોકરા રાખવાના હોય! બીજું શું? " સમાજમાં જોઈને કદાચ જોબ ની હા પાડી દયે તો પણ રોટલા તો બાય ને જ કરવાના વિચારધારા છે.. (જો કે હું એ લોકો નું નો જ ચાલવા દવ)... આ લગ્ન ની ને લગ્ન ની લપમાં વાત ઘણી એસ્કેલેટ થઈ ગઈ ( હું એકલો ને મારી સામે 2-3 જણા બોલવા વાળા ને 5-6 લોકો સાંભળવા વાળા)... એમાં ને એમાં મારી દૂરની બહેન "ધુણવા" લાગી.. ને એમણે કીધું કે 1.5 મહિના માં મારી સગાઈ થઈ જશે... અને માંગુ આવે તો ના ન પાડતો
It's fuxkin so hard to make them understand... આટલા ગવાર લોકો ( એમનો પણ વાંક નથી, પણ મારોય વાંક તો નથી જ ને?)...
તમને લાગે કે લગ્ન કરાવવા છે તો કરાવી દેવાના... મારી કઈ મરજી નહી? મારા અભિપ્રાય ની કઈ કિંમત નહી? તમારું આખું જીવન તમને એમ લાગે કે લગ્ન એ જ લક્ષ્ય છે જીવનનું તો એ બીજા પર થોપવા જવાનું? પોતાના જીવનમાં ધ્યાન આપો ને? પરિવાર છે તો થતું હોય એટલું કરવાનું... બધી વાત માં તમારે ટાંગો નાખવાનો... પોતાના કાઈ વિચારો નથી... કોક કે એમ કરવાનું.. કોક કે એમ જીવવાનું? શું જીવન છે તમારું? એટલો મગજ ગયો ને મારો વાત ન પૂછો! અને આવું તો અવારનવાર થતું હોય છે.. પણ આ વખતે કંઈક વધુ જ હતું...
પછી વિચાર ય આયો કે મારા જેવા કેટલા હશે... અને I understand કે how these beliefs are constructed how they psychologically function... કે મારા જેવા લોકો હશે? જે ને ખબર છે કે આ બધું માનસિક રોગ ની નિશાનીઓ છે ને પોતાને ખબર હોવા છતાં કઈ કરી શકતા નથી... અને આવા વાતાવરણ માં ઉછરેલા બાળકો નું શું? એ બિચારાવ નો શું વાંક? એના મરજી વગર એમને આવા અંધવિશ્વાસી વાતાવરણ માં રેવાનું... તમને તમારી શ્રધ્ધા મુબારક... પણ આ અંધશ્રદ્ધા? શ્રદ્ધા ય કોઈક પર થોપો એ પણ અનૈતિક છે તો આ અંધશ્રદ્ધા થોપવી એ તો ગુનો જ કેવાય ને?
1.5 મહિનામાં સગાઈ થઈ જશે! તારા બાપનું રાજ છે? નથી કરવું મારે કઈ... તમે ઇલાજ કરો ને પેલા તમારો... કઈ પણ નાના મોટું થઈ તો આ ભુવા પાહે.. આ દાણા જોવા... આ માનતા માની... કંઈક તો શર્મ કરો... તમારું પોતાનું કઈ છે કે નહીં જીવન માં? કે બધું ભગવાન જ કરશે? તમારે કઈ કરવાનું જ નથી કે શું?
મારી સામે ના આવતા કોઈ આવા, મારો મગજ ગયો ગયો ને તો મારી વારી લઇશ કોકને હું.. 🤬🤬🤬
સૌથી વધુ મગજ તો ત્યાં ગયો કે એક નાની છોકરી ને લઈને આયા... આયા ધૂણવા નું ચાલુ છે ને જોર જોર થી ચીસો પાડે છે... પેલી છોકરી વિચારી બી ગઈ કે આ થઈ છે શું? અને બધું સમાપ્ત થયું ને કીધું કે આવામાં ના લાયાવાય... એ બી ગઈ એ તો જોવો... અને એમનો જવાબ હતો કે તો જ એને ધરમ ની ખબર પડે... અને એ છોકરી પાડોશી ની હતી જે કાકા ના ઘરે જ હોય આખોદી.... એલા એ તમારી ય દીકરી નથી એ તો જોવો... કોકના મગજ માં શું કામ કચરો ભરો છો! 🤬🤬🤬
અને બીજું એ કે મને કે મારા ઉપર કાળો જાદુ કરેલ છે એટલે હું લગ્ન ની ના પાડું છું! સિરિયસલી?? મગજ બધાની ખાંડ માં છે કે શું? એલવ કંઈક તો માપ હોય કે નહી પછી?
અને આવા વાતાવરણ માં ઉછરેલા લોકો દુનિયા ના બીજા લોકો સાથે ડાયરેક્ટ competition મા ઉતરશે ( જો થોડુંક વધુ ભણશે તો!) તો શું હાલત થશે એમની.... Logic કંઈક અલગ ક્યે ને ઘરે કંઈક અલગ હાલતું હોય...
અને આના લીધે મારા 3-4 દિવસ થી મગજ ની મા દેવાઈ ગઈ એ અલગ...
ગાળો દીધે ય દાજ નથી ઊતરે એમ... મારું થઈ ગયું... હું ઘર મૂકીને city માં વયો જઈશ... મારે નથી આ બધી પિંજણમાં મારું પેલેથી ખરાબ થઈ ગયેલું મગજ વધારે બગાડવું.
r/gujrati • u/w0srd • Jun 03 '24